10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ - Class 9
"યોગ એ શક્તિશાળી સંપૂર્ણ નેચરલ સ્થિતિ છે જે આપણને ઘણી રીતે પ્રેરણા આપી શકે છે"
તારિખ 21- 6 -2024 નાં રોજ આંતરરાષ્ટ્રીય યોગા દિવસ નિમત્તે ની શ્રી નારાયણ ગુરુ વિદ્યાલયના ધોરણ 9 ના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ દ્વારા વ્યાયામ શિક્ષકશ્રી રાકેશભાઈ ભરવાડની સૂચના અનુસાર બિલ્ડીંગ D ના પરિસરમાં સવારે 8:00 વાગે વિદ્યાર્થીઓને એકત્રિત કરવામાં આવ્યા હતા. જેઓ યોગા કરી શકે તેવા ગણવેશમાં, એક્સરસાઇઝ મેટ સાથે હાજર હતા. શિવાનંદ આશ્રમમાંથી પણ યોગ સાથે સંકળાયેલ વ્યક્તિઓની ટીમ અને સ્વામીજી પરમાત્માનંદ સરસ્વતીજી ઉપસ્થિત રહ્યા હતા. જેમની સુચના અને સહકાર દ્વારા વિદ્યાર્થીઓએ યોગ અને પ્રાણાયામ કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી.
Please click to more details : click here