Farewell & Blessing Ceremony Std. 10 & 12 2022-2023 Batch
ધોરણ 10 માટે બ્લેસિંગ પાર્ટી અને ધોરણ 12 માટે ફેરવેલના કાર્યક્રમનો અહેવાલ
તારીખ 4 /3 /2023 શનિવારના રોજ શ્રી નારાયણ ગુરુ વિદ્યાલય ગુજરાતી માધ્યમ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં બ્લેસિંગ પાર્ટી અને ફેરવેલ નું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના કોન્ફરન્સ હોલમાં આશરે 8:30 ની આસપાસ આચાર્ય ડોક્ટર માધબી ભટ્ટડ દ્વારા રીબીન કાપી ઉદ્ઘાટન સમારોહ થયો.જેમાં એન્કર્સ દ્વારા આવકાર પ્રવચન થયું. ત્યારબાદ મેડમનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું. એમના દ્વારા વિદ્યાર્થીઓને આશીર્વાદ વચન સાથે ટૂંકું વક્તવ્ય રજૂ થયુંહતું. ઉપાચાર્ય શ્રી જગદીપ સર દ્વારા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાના અનુસંધાનમાં યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ધોરણ 9 અને 11 ના વર્ગ શિક્ષક અને વિદ્યાર્થીઓ દ્વારા સુંદર મજાનાં પોસ્ટર સાથે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા સરસ મજાના અભિનય ગીત રજૂ થયાહતા.પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન શાળાનાં વિવિધ કાર્યક્રમો અને વિદ્યાર્થીઓને અનુલક્ષીને તૈયાર થયું હતું જે પ્રોજેક્ટર પર પ્રદર્શિત કરવામાં આવ્યું હતું.શ્રી નારાયણ કલ્ચરલ મિશનના અધ્યક્ષ શ્રી કે. આર. એસ. ધરન સર, જનરલ સેક્રેટરી શ્રી કે.એન.મુરલીધરન સર અને એજ્યુકેશન કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ પોતાના વક્તવ્ય દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છા સંદેશ પાઠવ્યા હતા . શ્રી નારાયણ સેન્ટ્રલ સ્કૂલના પ્રિન્સિપલ ડોક્ટર સુનીતા સિંઘ હાજર રહ્યા હતા.શ્રી નારાયણના કોલેજ ઓફ કોમર્સના બે અધ્યાપકો આશુતોષ સર અને સ્વાતિ મેડમ ઉપસ્થિત રહ્યા હતા... તેમજ તેઓ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કારકિર્દી સંદર્ભે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.' દિશા' કેરિયર કાઉન્સેલિંગ માટે વિદ્યાર્થીઓને શાળાના ભૂતપૂર્વ alumni ના સભ્ય વિનર્સ પારેખ દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ધોરણ 12 કોમર્સ અને 12 સાયન્સના વિદ્યાર્થીઓને મોમેન્ટો તેમજ સોવિનિયર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. . ધોરણ 12 કોમર્સ અને સાયન્સ ના એક એક વિદ્યાર્થી દ્વારા પરીક્ષા સંદર્ભે અને પોતાના શૈક્ષણિક વર્ષોના સંદર્ભે શાળાકીય જીવનના સંભારણા અભિવ્યક્ત થયા હતા. ઉમેશ સર દ્વારા આભાર વિધિ થઈ અને થોડા સમય બાદ શાંતિથી એમને શુભેચ્છા આપી ઘરે જવા દેવામાં આવ્યા હતા.
We wish you all the best to our 10th and 12th students for their board exams.🌹.
Read More...