શાળા પ્રવેશોત્સવ
શિક્ષણની કેડી પર ડગુમગુ પગ માંડયા ધોરણ 1ના બાળકોએ. શિક્ષકોએ બાળકોના કપાળે કુમકુમ તિલક કરી સ્વાગત કર્યુ. શાળાના પ્રિન્સીપાલ તેમજ વાઈસ પ્રિન્સીપાલ મેડમે બાળકોને જુદાજુદા આકારોવાળી પેન્સિલ આપી આકારોની ઓળખ કરાવી. જુદીજુદી રમતો રમાડી. ત્યારબાદ બાળકોએ સમુહ ભોજનનો આનંદ માણ્યો.