Alumni Impact Program
અમારું ગૌરવ.. (S. N. G. V)એ અમારી ભૂતપૂર્વ વિદ્યાર્થીની મેઘના કામદાર.
શ્રી નારાયણ ગુરુ વિદ્યાલય માંથી ૨૦૧૬માં પાસ થયેલી અને ગુજરાતી સાહિત્યને સમર્પિત થયેલી એકમાત્ર વિદ્યાર્થિની એટલે મેઘના કામદાર. હાલમાં જ તેને એક પુસ્તક ' અંતરની અભિલાષ ' નું સંપાદન કર્યું છે." અનુભૂતિની અભિવ્યક્તિ" ના નામે તેની કોલમ ન્યુઝ પેપરમાં પ્રકાશિત થાય છે. સાહિત્યના લેખનક્ષેત્રે અને સંપાદનક્ષેત્રે તે ખુબ આગળ વધી રહી છે.તે પુસ્તકમાં સહલેખક રહી ચૂકી છે. આજે વિશ્વ માતૃભાષા દિવસ નિમિતે તે વક્તા તરીકે હાજર રહી હતી અને વિદ્યાર્થીઓ માટે પ્રેરણાત્મક સ્પીચ આપીને ગુજરાતી ભાષા સાથે જોડાવા પ્રેરણા આપી હતી... તેમના વક્તવ્ય ની વિદ્યાર્થીઓના માનસ ઉપર ઉંમદા અસર થઈ અને ભવિષ્યમાં પણ લેખન ક્ષેત્રે જોડાવા અંગેના સપના તેઓ પણ પુરા કરી શકે તેવો વિચાર કેળવાયો. આજે આ પ્રસંગે તેનું સંપાદિત પુસ્તક ' અંતરની અભિલાષ' ને ભેટ સ્વરૂપે સ્વીકારતા અમે આનંદ અને હર્ષની લાગણી અનુભવીએ છીએ. સાહિત્યની આ વિશાળ દુનિયામાં પગરવ પાડીને તેણે પોતાની નાનીઅમથી દુનિયાને તેમાં સમાવી લીધી છે.
શ્રી નારાયણ ગૃહ વિદ્યાલય ગુજરાતી માધ્યમના માધ્યમિક વિભાગના ટીચર ખ્યાતી દેસાઈ દ્વારા કુમારી મેઘના કામદારની, તેમના કાર્ય વિશેની અભ્યાસ વિશેની માહિતી વિદ્યાર્થીઓ સમક્ષ પ્રસ્તુત કરી.
શાળા સંચાલન, શ્રી નારાયણ સાંસ્કૃતિક મિશનના પ્રેસિડેન્ટ અને જનરલ સેક્રેટરીએ પણ તેણીના પુસ્તક વિમોચન માટે શુભેચ્છાઓ પાઠવી , અને 2023 માં શૈક્ષણિક સફરના 40 વર્ષ પૂર્ણ થવાના અવસરે પ્રકાશિત શાળા સોવેનીયર અને સ્મૃતિચિહ્નથી સન્માનિત કર્યા.